જગમગતા તારલાનુ દેરાસર હોજો
જગમગતા તારલાનુ દેરાસર હોજો,
એમા મ્હારા પ્રભુજી ની પ્રતિમા હોજો,
સુંદર સુહામનો દેરાસર હોજો,
એમા મ્હારા પ્રભુજી ની પ્રતિમા હોજો.
હું અમારા પ્રભુજીને ફૂલથી સજાવીસુ,
ફૂલ ના નર તો, કાલિયોં થી સજાવીસુ,
કાલીયોં માં સુંદર મોગરો હોજો,
એમા મ્હારા પ્રભુજી ની પ્રતિમા હોજો. /1/
હું અમારા પ્રભુજીને હીરોંતિ સજાવીસુ,
હીરો ના નર તો, સોનાથી સજાવીસુ,
સોનારૂપાની થારી આંગી હોજો,
એમા મ્હારા પ્રભુજી ની પ્રતિમા હોજો. /2/
હું અમારા પ્રભુજીને કેસરથી પૂજીસુ,
કેસર ના નર તોહ, ચંદનથી પૂજીસુ,
ચંદન કરતા કસ્તુરી હોજો,
એમા મ્હારા પ્રભુજી ની પ્રતિમા હોજો. /3/
અમે અમારા પ્રભુજીને મંદિરમા પધરવિસુ,
મંદિર ના નર તો, મન-મંદિર માં પધરાવિસુ,
મંદા મા સુંદર ભવ મ્હારા હોજો,
એમા મ્હારા પ્રભુજી ની પ્રતિમા હોજો. /4/
આ પણ વાંચો - આવ્યો શરણે તમરા
આ પણ વાંચો - ઉચા અંબર થી
આ પણ વાંચો - ચિંતામણિ મારી..
આ પણ વાંચો - સિદ્ધચલ ના વાસી